angrej bahadurni gaDi - Lokgeeto | RekhtaGujarati

અંગરેજ બહાદુરની ગાડી

angrej bahadurni gaDi

અંગરેજ બહાદુરની ગાડી

ભાલુભા ભુજનો રાજા રે, કડાયેલ ખીર રંધાવે

એંજિન ઘૂમતાં આવે રે, સિંગલ પડતા આવે રે

અંગરેજ બહાદુરની દાડી કોણ ચલાવે રે?

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ.

મારા કપાળ કેરી ટીલડી સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ.

મારા કોટ કેરી હાંસડી સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ.

ટિકિટો પડતી આવે રે, સીટી વાગતી આવે રે,

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ.

મારી કેડો કેરા કંદોરા સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો આવે રે, મારો વીરલો આવે રે અંગરેજ.

મારા પગ કેરાં કડલાં સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો આવે રે, મારો વીરલો આવે રે અંગરેજ.

મારા પગ કેરાં સાંકળાં સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ.

મારા પગ કેરી મોજડી સાહેબ હલકે વોરે રે,

મારો પરણ્યો લાવે રે, મારો વીરલો લાવે રે અંગરેજ

રસપ્રદ તથ્યો

અસારવા, રણછોડપુરાના ભીલ સમુદાયનાં ભાઈઓએ ઠાગા સાથે ગાયેલું ગીત.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959