anan - Lokgeeto | RekhtaGujarati

આણાં

anan

આણાં

સોરઠા સુબા વીરને કે’જો, કે આણાં મોકલે.

સાડલો ફાટ્યો છે મારે ઘૂઘટે, જાશે મારા મહિયારિયાની લાજ રે.

સોરઠના સુબા વીરને કે’જો, કે આણાં મોકલે.

કાપડું ફાટ્યું છે મારી કોણીએ, જાશે મારા મૈંયરિયાની લાજ રે.

સોરઠના સુબા વીરને કે’જો, કે આણાં મોકલે.

ઘાઘરો ફાટ્યો છે મારે ઢીંચણે, જાશે મારા મૈંયારિયા લાજ રે,

સોરઠના સુબા વીરને કેજો, કે આણાં મોકલે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968