anan 1 - Lokgeeto | RekhtaGujarati

આણાં - ૧

anan 1

આણાં - ૧

ઊંચો માળો, નીચી બાજરી રે,

રૂડી બાજરીનું રાડું કોણ તાણશે?

નાનીમોટી છોકરી પરણાવશું રે,

પરણ્યા વિના આંણલાં કોણ વાળશે?

પહેલે આંણે મારો સસરોજી આવે,

ઘૂંઘટા સંઘાત કોણ જાશે રે? પરણ્યા.

બીજે આંણે મારી સાસુજી આવ્યાં,

ભામટી સંઘાત કોણ જાશે રે? પરણ્યા.

તીજે આંણે મારો જેઠોજી આવ્યા,

લાઠિયા સંઘાત કોણ જાશે રે? પરણ્યા.

ચોથે આંણે મારી જેઠાણી આવે,

જેઠાણી વખતું ઝાડ છે રે! પરણ્યા.

પાંચમે આંણે મારો દિયોરજી આવે,

છેલિયા સંઘાત કોણ જાશે રે! પરણ્યા.

છઠ્ઠે આંણે મારી નણંદીજી આવે,

નણદી વીંછીનો આરો રે! પરણ્યા.

સાતમે આંણે મારો પરણ્યોજી આવે,

રમકે ને ઝમકે ચાલશું રે! પરણ્યા.