an man tulsi - Lokgeeto | RekhtaGujarati

અન મન તુલસી

an man tulsi

અન મન તુલસી

અન મન તુલસી, તન મન તુલસી

તુલસી બાળ કુંવારી રે (2)

બાપુજી સરખા સસરાજી હોય તો તે ઘેર

બાપુ મને પરણાવજો રે.

અન મન તુલસી, તન મન તુલસી

તુલસી બાળ કુંવારી રે. (2)

માતાજી સરખા સાસુજી હોય તો તે ઘેર

માતાજી મને પરણાવજો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963