ame punam na’wa jyantan - Lokgeeto | RekhtaGujarati

અમે પૂનમ ના’વા જ્યાંતાં

ame punam na’wa jyantan

અમે પૂનમ ના’વા જ્યાંતાં

અમે પૂનમ ના’વા જ્યાંતાં,

અમે પડવે પાછાં વળિયાં.

અમે પોલાવડમાં રહેતાં,

અમે ધોરી બળદે માર્યાં,

મારાં આછાં છાયલ ફાડ્યા.

મારાં સુરત ગામના દરજી,

મારાં છાયલ સાંધે સમજી,

એને અમદાવાદી દોરા.

મારી સાસુ ના જાણે સાંધ્યાં,

મારી નણદી ના જાણે ઓટ્યાં,

મારી દેરાણી ના જાણે બખિયા,

પાલવડે હરિવર લખિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 210)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957