ame ori re - Lokgeeto | RekhtaGujarati

અમે ઓરી રે

ame ori re

અમે ઓરી રે

રેંટિયો રણે ચડ્યો, દીવલડો ઝાંખો પડ્યો રે,

તલવારો કને ઓરી રે, તલવારો કને ઓરી રે.

ઓરનાર ઘેર નથી રે, ઓરનાર ઘેર નથી રે.

તલવારો અમે ઓરી રે, તલવારો અમે ઓરી રે.

મૂલવનાર અમે છીએ રે, ઓરનાર અમે છીએ રે.

બંદૂકો કને ઓરી રે, બંદૂકો કને ઓરી રે,

ઓરનાર ઘેર નથી રે, મૂલવનાર ઘેર નથી રે.

ઓરનાર અમે છીએ રે, ઝૂઝનાર અમે છીએ રે.

ઢાલડીઓ કને ઓરી રે, ઢાલડીઓ કને ઓરી રે,

ઓરનાર ઘેર નથી રે, મૂલવનાર ઘેર નથી રે.

ઢાલડિયું અમે ઓરી રે, ઝાલનાર અમે છીએ રે.

રસપ્રદ તથ્યો

સરસપુર મણિલાલની ચાલીની વાઘરી સમુદાયની બહેનોએ આ મર્દાનગીભર્યું ગીત સંભળાવ્યું હતું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959