albela - Lokgeeto | RekhtaGujarati

અલબેલા

albela

અલબેલા

પ્રભુજી આવ્યા આંગણે, અલબેલા લ્યો!

વાલા ભોજન કરતા જાવ; અલબેલા લ્યો!

બત્રીસ ભોજન મેં કર્યાં; અલબેલા લ્યો!

છપન બનાવ્યાં શાક, અલબેલા લ્યો!

ચટણી બનાવી સાત, અલબેલા લ્યો!

આદા કેરીનાં આથણાં, અલબેલા લ્યો!

રાયતાં આપીશ સાત, અલબેલા લ્યો!

પાપડ આપીશ પાંચ, અલબેલા લ્યો!

કમોદના આપીશ કુર, અલબેલા લ્યો!

કંચન ઝારી જળે ભરી, અલબેલા લ્યો!

પાટલા ઢાળીશ પાંચ, અલબેલા લ્યો!

પ્રભુજી બેસે પાટલે, અલબેલા લ્યો!

પંખા નાખીશ પાંચ, અલબેલા લ્યો!

પ્રભુજી આવ્યા આંગણે, અલબેલા લ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968