akaruni pal upar kerDo re - Lokgeeto | RekhtaGujarati

આકરુની પાળ ઉપર કેરડો રે

akaruni pal upar kerDo re

આકરુની પાળ ઉપર કેરડો રે

આકરુની પાળ ઉપર કેરડો રે

કેરડે ઝાઝા કેર રે, તુંબડું વાગે ત્રણ ઘડી રે.

તખુ વહુના હાથમાં તુંબડું રે

વેવઈના ભોલ ઉપર ફોડ્ય રે

તુંબડું વાગે ત્રણ ઘડી રે.

ભડ ભડ થાય એમનો ભોલ રે

તુંબડું વાગે ત્રણ ઘડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959