agar chandanni raat - Lokgeeto | RekhtaGujarati

અગર ચંદનની રાત

agar chandanni raat

અગર ચંદનની રાત

અગર ચંદનની રાત,

તારલિયો ક્યારે ઉગશે?

જયાવહુ તમારલા કંથ,

પ્રતાપભાઈ ક્યારે પધારશે?

ગ્યા છે ઓફિસરોની સાથ,

અંદારિયા હમણાં પધારશે....અગર....

સવિતાવહુ તમારલા કંથ,

પ્રાણભાઈ ક્યારે પધારશે.

ગ્યા છે કંઈ ખેડૂતોની સાથ,

વેવારીયા હંમણા પધારશે.....અગર.....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964