adhaghDi ubhla rahejo! - Lokgeeto | RekhtaGujarati

અધઘડી ઊભલા રહેજો!

adhaghDi ubhla rahejo!

અધઘડી ઊભલા રહેજો!

મારે આંગણ ગુલાબ ચંપો ને વળી મરવો.

ડોલર લ્હેરો રે હો લેશે.

ત્યાં રાધાજી કૃષ્ણને કહે છે રે.

અધ ઘડી ઊભલા હો રહેજો.

મારે આંગણ ઊતારા કરતા જાજો અધઘડી.

આજ મારે ઊતારા કરવાની છે બાધા,

શું બોલ્યા રે હો રાધા.

મારે આંગણ ચંદન ચંદનનો સોટો,

નાખ્યો ફૂલનો ગોટો રે હો ગોટો અધઘડી.

મારે આંગણ દાતણ કરતા રે હો જાજો,

આજ મારે દાતણ કર્યાની છે બાધા.

શું બોલ્યા રે હો રાધા.

મારે આંગણ પ્રભુજી નીત નીત આવતા.

અધઘડી ઊભલા રે હો રહેજો.

મારે આંગણ નાવણ કરતા રે હો જાજો,

આજ મારે નાવણ કર્યાની છે બાધા.

શું બોલ્યા રે હો રાધા.

અધઘડી ઊભલા રે હો રહેજો.

મારે આંગણ ભોજન કરતા રે હો જાજો,

આજ મારે ભોજન કરવાની છે બાધા.

શું બોલ્યા રે હો રાધા.

મારે આંગણ પ્રભુજી નીત નીત આવતા.

અધઘડી ઊભલા રે હો રહેજો.

મારે આંગણ મુખવાસ કરતા રે હો જાજો.

આજ મારે મુખવાસની છે બાધા.

સું બોલ્યા રે હો રાધા.

મારે આંગણ પોઢણ કરતા જાજો,

આજ મારે પોઢણ કર્યાની છે બાધા.

શું બોલ્યા રે હો રાધા?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964