adal machhli - Lokgeeto | RekhtaGujarati

અદલ માછલી

adal machhli

અદલ માછલી

અદલ માછલી, લાખો મોતીડામાં જીવડો છે.

અદલ માછલી, મારા મૈયેરની હાંસડી,

અદલ માછલી, આલી કેમ જાય અદલ.

અદલ માછલી, મારા મયેરનો ટૂંપિયો,

અદલ માછલી, આલ્યો કેમ જાય અદલ.

અદલ માછલી, મારા મૈયરનાં જોટવાં,

અદલ માછલી, આલ્યાં કેમ જાય અદલ.

અદલ માછલી, મારા મૈયેરનાં સાંકળાં,

અદલ માછલી, મારા મૈયેરનાં કડલાં,

અદલ માછલી, આલ્યાં કેમ જાય અદલ.

રસપ્રદ તથ્યો

(આ ગીત અસારવા-કુબેરપુરાની ભીલ સમુદાયની બહેનોએ આપ્યું છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959