abhman jhini jhabuke wijli re - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

abhman jhini jhabuke wijli re

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેહ;

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે? આભમાંo

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો;

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે? આભમાંo

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,

કે ભીંજાય મેડીની બેસતલ રાણી;

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે? આભમાંo

તમને વ્હાલી દરબારી ચાકરી રે,

કે અમને વ્હાલો તમારો જીવ;

ગુલાબી! નૈ જાવા દઉં ચાકરી રે. આભમાંo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983