abhimanyuno rajiyo - Lokgeeto | RekhtaGujarati

અભિમન્યુનો રાજીયો

abhimanyuno rajiyo

અભિમન્યુનો રાજીયો

અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે દોશીડાને હાટ રે, ઘરચોળા વસાળે મુંઘા મૂલનાં :

આપ્યાં ઓતરાને હાથ રે, ઓતરા હુંસીલીને પહેરવા :

પહેર્યાં છે વાર તહેરાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં. વોય બાપજી વોય રે !

અભેવન ચડ્યો મરણઘાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે સોનીડાને હાટ રે, ઝુમણાં વસાવે મુંઘા મૂલના :

આપ્યાં ઓતરાને હાથ રે, ઓતરા હુંતીલીને પહેરવા :

પહેર્યાં છે વાર તહેરાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં. વોય બાપજી વોય રે !

અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે સુખડીયાને હાટ રે, સુખડી વસાવે મુંઘા મૂલની :

આપી તે ઓરતાને હાથ રે, ઓતરા રાણીને આરોગવા :

ખાધી છે વાર તહેવાર રે, જેવી ખાધી પાછી કરી. બોય બાપજી વોય રે !

અભેવન ચડ્યો મરણઘાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે સુરૈયાને હાટ રે, ખસબોઈઓ વસાવે મુંઘા મૂલની :

આપી તે ઓતરાને હાથ રે, ઓતરા હુંસીલીને કારણે.

લીધી છે વાર તહેવાર રે, જેવી લીધી તેવી પાછી ફરી. વોય બાપજી વોય રે !

અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે મોચીડાને હાટ રે, મોજડી વસાવે મુંઘા મૂલની :

આપી તે ઓતરાને હાથ રે, ઓતરા હુંસીલીને પહેરવા.

પહેરી છે વાર તહેવાર રે, જેવી પહેરી તેવી ઉતરી. વોય બાપજી વોય રે !

અભિનય યો મરણઘાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :

ગયા છે ચાંલ્લીઓને હાટ રે, ચાંદલા વસાવે મુંઘા મૂલના :

આપ્યા તે ઓતરાને હાથ રે, ઓતરા હુંસીલીને ચ્હોડવા.

ચ્હોડ્યા છે વાર તહેવાર રે, જોવા ચોડ્યા તેવા ઊખડ્યા. વોય બાપજી વોય રે !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963