abhiman chaDyo re ranwat - Lokgeeto | RekhtaGujarati

અભિમન ચડ્યો રે રણવાટ

abhiman chaDyo re ranwat

અભિમન ચડ્યો રે રણવાટ

અભિમન ચડ્યો રે રણવાટ, ઉત્તરા રાણીને આણાં મોકલ્યાં,

અભિમન ગયો દોશીડાને હાટ, સિરબંધ વસાવે મોંઘા મૂલનાં.

તો વસાવ્યાં વાર-કવાર, જેવાં પહેર્યાં તેવાં ઊતર્યાં?

રાણી રુવે રે રંગ મોહોલમાં, દાસી રુવે રે દરબાર,

ઘરમાં રુવે રે ઘર બંધવા, પોપટ રુવે રે પાંજરે,

ઘોડા રુવે રે ઘોડારમાં, હાથી રુવે રે હલકાર;

વનમાં રુવે લીલાં ઝાડવાં, છોરુ રુવે ઘર આંગણે,

ચોરે રુવે ચારણભાટ, હાટે રુવે રે હાટવાણિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964