aawi aawi bhadarni welya - Lokgeeto | RekhtaGujarati

આવી આવી ભાદરની વેલ્ય

aawi aawi bhadarni welya

આવી આવી ભાદરની વેલ્ય

આવી આવી ભાદરની વેલ્ય, ભાદર ગાજે છે.

ઓલ્યા વેવાઈ તણાતા જાય, ભાદર ગાજે છે.

નાખો નાખો નીતુભઈ દોર, ભાદર ગાજે છે.

આપણા વેવઈ તણાતા જાય, ભાદર ગાજે છે.

તાણું તે તૂટી જાય, ભાદર ગાજે છે.

મેલું તો ઠામકા જાય, ભાદર ગાજે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959