aaw re nar! - Lokgeeto | RekhtaGujarati

આવ રે નાર!

aaw re nar!

આવ રે નાર!

પહેલો પક્ષ – આવ રે નાર!

બીજો પક્ષ – નહિ આવું.

પહેલો પક્ષ – તારી કોઠીએ જાર!

બીજો પક્ષ – નહિ આવું.

પહેલો પક્ષ – તારી ભેંશ વિયાણી!

બીજો પક્ષ – નહિ આવું.

પહેલો પક્ષ – એનું પાડું જોવા આવ!

બીજો પક્ષ – નહિ આવું.

પહેલો પક્ષ – ભગરી ભેંશ,

બીજો પક્ષ – નહિ આવું.

પહેલો પક્ષ – ભૂરિયો પાડો,

બીજો પક્ષ – નહિ આવું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959