kesrio aswar - Lokgeeto | RekhtaGujarati

કેસરીઓ અસ્વાર

kesrio aswar

કેસરીઓ અસ્વાર

ટાઢી શીળી સરવરીઆંની પાળ;

ત્યાં રે હજારી મોતી નીપજે.

મોતી લાગ્યાં નાના ભાઈને હાથ;

ઘેરે આવીને ઝગડો રોપીઓ.

બાપુ મારા, મોતીડાં અપાવ;

મોતીડે મારાં દિલ વસ્યાં.

ઘેલા, કુંવર, ઘેલેરું ના બોલ;

તું સમાણાં કુવર સોગઠે રમે.

લીલુડી ઘોડી, કેસરિયો અસવાર;

ચૌદ રતનનો વીરને ચાબખો.

ઘોડીલા ખેલ્યા માઝમ રાત;

જઈને ઊતરિયા રાયની વાડીએ.

ઘોડીલા બાંધ્યા વડ પીપરની છાંય,

ચાબખડો વળગાડ્યો વડની વડવાઈએ.

ટાઢી શીળી સરવરીઆંની પાળ;

ત્યાં રે હજારી મોતી નીપજે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 295)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968