કણબીનાં દુઃખ
kanbinan dukha
સાંભળો દિનાનાથ, વિનતિ રે, કઈએ કણબીનાં દુઃખ;
દુઃખડા કહું દિનાનાથને રે.
જેઠ માસ ભલેરો આવિયો રે, ખાતર ગાડાં જોડાય;
ખાતર પૂજા હર કોઈ કરે, હઈડે હરખ ન માય,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
અષાડ માસ ભલેરો આવિયો રે, સરવે હળોતરાં થાય;
બંટી બાજરી હર કોઈ પૂંખે, હઈડે હરખ ન માય,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
શ્રાવણ માસ ભલેરો આવિયો રે, ભીંજાય કણબીની નાત;
કમરમાં ભીંજાય કુંવર લાડણો રે, નારી નીતરતી જાય,
સાંભળો દિનાનાથ વિનતિ રે.
ભાદરવો ભલે ગાજિયો રે, ગાજિયો ધૂમ ગણેશ;
કણબીનાં દિલડાં ડગેમગે, ખેતિયો ગળાં બૂડ રે ના’ય,
સાંભલો દિનાનાથ, વિનતિ રે.
આસો માસ ભલેરો આવિયો રે, ખેતર માળા ઘલાય;
ઘઉં સરસવ હર કોઈ પૂંખે, હઈડે હરખ ન માય,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
કારતક મઈનો ભલેરો આવિયો રે, શરૂમાં ખરડા લખાય;
દુવાઈઓ ફરી દીવાનની, છૈઓ શીંગ ન ખાય!
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
માગશર માસ ભલેરો આવિયો રે, નવા વેરા નંખાય;
સરવે પટેલ લાગ્યા ઝૂરવા, હવે શી ગત્યો થાય?
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
પોષ માસ ભલેરો આવિયો રે, ટાઢ્યો ઘણેરી વાય;
ગોદડી હવાલદાર લઈ ગિયો, છઈયાં તરફડિયાં ખાય,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
મહા મઈનો ભલેરો આવિયો રે, ઘઉંમાં ગેરૂ જણાય;
કણબીનાં દલડાં ડગેમગે, હવે શી ગત્ય થાય?
સાંભલો દિનાનાથ, વિનતિ રે.
ફાગણ માસ ભલેરો આવિયો રે, નવી પરબ જ થાય;
ભેંસો ગરસિયા લઈ ગિયા, પરબ શી રીતે થાય?
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
ચૈતર માસ ભલેરો આવિયો રે, ઘઉં ખળે લેવાય;
વાળી ઝૂડીને વાણિયો લઈ ગયો, છઈયાં લીંપણ ખાય,
સાંભલો દિનાનાથ, વિનતિ રે.
વૈશાખે વન વેડિયાં રે, વેડી છે આંબાની ડાળ;
સોના વાટકડી રસ ઘોળિયા, જમવું કેની સાથ?
પિયુજી પોઢ્યા શમશાન:
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
બાર માસ પુરા થયા રે, તેરમો અધિક ગણાય;
જે રે સુણે શીખે સાંભળે, તેનો વૈકુંઠ વાસ,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
નથી રે ગાયું બામણ વાણિયે રે, નથી ગાયું ચારણ ભાટ;
ગાયું ઘોચરીઆની આંજણીએ, નવખંડ ધરતીમાં વાસ,
સાંભળો દિનાનાથ, વિનતિ રે.
sambhlo dinanath, winti re, kaiye kanbinan dukha;
dukhaDa kahun dinanathne re
jeth mas bhalero awiyo re, khatar gaDan joDay;
khatar puja har koi kare, haiDe harakh na may,
sambhlo dinanath, winti re
ashaD mas bhalero awiyo re, sarwe halotran thay;
banti bajri har koi punkhe, haiDe harakh na may,
sambhlo dinanath, winti re
shrawan mas bhalero awiyo re, bhinjay kanbini nat;
kamarman bhinjay kunwar laDno re, nari nitarti jay,
sambhlo dinanath winti re
bhadarwo bhale gajiyo re, gajiyo dhoom ganesh;
kanbinan dilDan Dagemge, khetiyo galan booD re na’ya,
sambhlo dinanath, winti re
aso mas bhalero awiyo re, khetar mala ghalay;
ghaun sarsaw har koi punkhe, haiDe harakh na may,
sambhlo dinanath, winti re
kartak maino bhalero awiyo re, sharuman kharDa lakhay;
duwaio phari diwanni, chhaio sheeng na khay!
sambhlo dinanath, winti re
magshar mas bhalero awiyo re, nawa wera nankhay;
sarwe patel lagya jhurwa, hwe shi gatyo thay?
sambhlo dinanath, winti re
posh mas bhalero awiyo re, taDhyo ghaneri way;
godDi hawaldar lai giyo, chhaiyan taraphaDiyan khay,
sambhlo dinanath, winti re
maha maino bhalero awiyo re, ghaunman geru janay;
kanbinan dalDan Dagemge, hwe shi gatya thay?
sambhlo dinanath, winti re
phagan mas bhalero awiyo re, nawi parab ja thay;
bhenso garasiya lai giya, parab shi rite thay?
sambhlo dinanath, winti re
chaitar mas bhalero awiyo re, ghaun khale leway;
wali jhuDine waniyo lai gayo, chhaiyan limpan khay,
sambhlo dinanath, winti re
waishakhe wan weDiyan re, weDi chhe ambani Dal;
sona watakDi ras gholiya, jamawun keni sath?
piyuji poDhya shamshanah
sambhlo dinanath, winti re
bar mas pura thaya re, termo adhik ganay;
je re sune shikhe sambhle, teno waikunth was,
sambhlo dinanath, winti re
nathi re gayun baman waniye re, nathi gayun charan bhat;
gayun ghochriani anjniye, nawkhanD dhartiman was,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 257)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968