ઈંઢોણી
inDhoni
નણદલ બાઈના વીરા, લાવો મારી ઈંઢોણી રે;
શોકલડીના સાયબા, લાવો મારી ઈંઢોણી રે.
ઈંઢોણીને કારણે મેં તો મેલ્યા છે મા ને બાપ.
લાવો મારી ઈંઢોણી રે.
નણદલ બાઈના વીરા, લાવો મારી ઈંઢોણી રે;
ઈંઢોણીને કારણે મેં તો મેલ્યાં છે કાકો કટંબ,
લાવો મારી ઈંઢોણી રે.
નણદલ બાઈના વીરા, લાવો મારી ઈંઢોણી રે;
ઈંઢોણીને કારણે મેં તો મેલ્યાં છે મામો મોસાળ,
લાવો મારી ઈંઢોણી રે.
નણદલ બાઈના વીરા, લાવો મારી ઈંઢોણી રે;
ઈંઢોણીને કારણે મેં તો રોતાં મેલ્યાં નાનાં બાળ,
લાવો મારી ઈંઢોણી રે.
નણદલ બાઈના વીરા, લાવો મારી ઈંઢોણી રે
શોકલડીના સાયબા, લાવો મારી ઈંઢોણી રે.
લાવો મારી ઇંઢોણી રે.
nandal baina wira, lawo mari inDhoni re;
shokalDina sayaba, lawo mari inDhoni re
inDhonine karne mein to melya chhe ma ne bap
lawo mari inDhoni re
nandal baina wira, lawo mari inDhoni re;
inDhonine karne mein to melyan chhe kako katamb,
lawo mari inDhoni re
nandal baina wira, lawo mari inDhoni re;
inDhonine karne mein to melyan chhe mamo mosal,
lawo mari inDhoni re
nandal baina wira, lawo mari inDhoni re;
inDhonine karne mein to rotan melyan nanan baal,
lawo mari inDhoni re
nandal baina wira, lawo mari inDhoni re

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 247)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968