પાડોશણ મેણાં બોલે
paDoshan meinan bole
માડી, હું સરોવર પાણીડાં ગઈ’તી,
બેડાં મારાં ચક્કર ચડ્યાં રે લોલ.
માડી, મારા સસરા તે આણે આવ્યા,
બેડાં મારાં ચક્કર ચડ્યાં રે લોલ,
માડી, હું તો સસરા ભેળી નઈં જાઉં,
સાસુડી મને મેણાં બોલે રે લોલ.
માડી, મારા જેઠ તે આણે આવ્યા,
બેડાં મારાં ચક્કર ચડ્યાં રે લોલ.
માડી, મારા જેઠ તે ભેળી નઈં જાઉં,
જેઠાણી મને મેણા બોલે રે લોલ.
માડી, મારો પરણ્યો આણે આવ્યા,
બેડાં મારાં ચક્કર ચડ્યાં રે લોલ.
માડી, હું તો પરણ્યા ભેણી નઈં જાઉં,
પાડોશણ મને મેણાં બોલે રે લોલ.
maDi, hun sarowar paniDan gai’ti,
beDan maran chakkar chaDyan re lol
maDi, mara sasra te aane aawya,
beDan maran chakkar chaDyan re lol,
maDi, hun to sasra bheli nain jaun,
sasuDi mane meinan bole re lol
maDi, mara jeth te aane aawya,
beDan maran chakkar chaDyan re lol
maDi, mara jeth te bheli nain jaun,
jethani mane meina bole re lol
maDi, maro paranyo aane aawya,
beDan maran chakkar chaDyan re lol
maDi, hun to paranya bheni nain jaun,
paDoshan mane meinan bole re lol
maDi, hun sarowar paniDan gai’ti,
beDan maran chakkar chaDyan re lol
maDi, mara sasra te aane aawya,
beDan maran chakkar chaDyan re lol,
maDi, hun to sasra bheli nain jaun,
sasuDi mane meinan bole re lol
maDi, mara jeth te aane aawya,
beDan maran chakkar chaDyan re lol
maDi, mara jeth te bheli nain jaun,
jethani mane meina bole re lol
maDi, maro paranyo aane aawya,
beDan maran chakkar chaDyan re lol
maDi, hun to paranya bheni nain jaun,
paDoshan mane meinan bole re lol



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 289)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968