anannun geet - Lokgeeto | RekhtaGujarati

આણાંનું ગીત

anannun geet

આણાંનું ગીત

આંબાલાલ વાંદેડુ વાંસે ચઢીયું,

આંબાલાલ છત્રાસંગને લેતું ચઢીયું.

આંબાલાલ મૂછોમાં માળા કર્યા,

આંબાલાલ દાઢીમાં ઈંડાં મૂક્યાં,

આંબાલાલ મોઢામાં ઈંડાં ફોડીયાં,

આંબાલાલ મોઢામાં બચ્ચાં કાઢીયાં,

આંબાલાલ અડધેથી પડતા મેલ્યા,

આંબાલાલ ગોવાળીયે ઝીલી લીધા,

આંબાલાલ ગોવાળીયાને બાપુ કીધા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964