unchi baglani Dok - Lokgeeto | RekhtaGujarati

ઊંચી બગલાની ડોક

unchi baglani Dok

ઊંચી બગલાની ડોક

ઊંચી બગલાની ડોક, ડોકડિયે કુણ હેંકશે?

હેંકશે અહાડો મેઘ, પાલર પાણી નાખશે.

હાળીડે હળ જોતર્યાં, એને ભાતડિયે કુણ જાહે?

જાહે રે નાથીબાઈ છેલરી, કાંય વીરાના લઈ ભાતડિયાં.

નાથી બાઈને જોહે રે, રૂડાં દખણીનાં ચીર,

માથે ગુજરાતી કાપડું, ચીયો ભઈ લાવશે?

મૂળજીભાઈ વીરલે રે, ઘોડલે પલાણ માંડિયાં;

વેગળે પાટણપુર જઈને રે, દખણીનાં ચીર લાવીઆ.

ઉંચી બગલાની ડોક, ડોકડિયે કુણ હૈંકશે?

હેંકશે અહાડો મેઘ, પાલર પાણી નાખશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 274)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966