pandDi unche chaDe ne nenchi utre re - Lokgeeto | RekhtaGujarati

પાંદડી ઊંચે ચડે ને નેંચી ઉતરે રે

pandDi unche chaDe ne nenchi utre re

પાંદડી ઊંચે ચડે ને નેંચી ઉતરે રે

પાંદડી ઊંચે ચડે ને નેંચી ઉતરે રે; પાંદડીનો સેડો સવા લાખનો.

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી, હાંહડી લઈ આલું સવા લાખની; ઉપર સાચાં મોતીડાનો મોમનો;

અલી પાંદડી, સેડો ઢલકતો મેલ!

પાંદડી, કડલાં લઈ આલું સવા લાખનાં; ઉપર કાંબિયું કેરી જોડ;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી, ચુડી લઈ આલું સવા લાખની; ઉપર ઘુઘરી વાળી ચીપ;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી, વેઢલા ઘડાવું સવા લાખના; ઉપર પાંદડિયું પરમાણ;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી કૈડા ઘડાવું સવા લાખના; ઉપર વિંટીયુંનો શણગાર;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી, ઘાઘરો સીવાડું સવા લાખનો; ઉપર કમખે લીલુડી કોર;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

પાંદડી નણદી આલું રે સવા લાખની, સાથમાં દિયોરિયો મોટિયાર;

અલી પાંદડી, સેડો ઢળકતો મેલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 271)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966