otar jajo, lakhan jajo, tame jajyo dariya par - Lokgeeto | RekhtaGujarati

ઓતર જાજો, લખણ જાજો, તમે જાજ્યો દરિયા પાર

otar jajo, lakhan jajo, tame jajyo dariya par

ઓતર જાજો, લખણ જાજો, તમે જાજ્યો દરિયા પાર

ઓતર જાજો, લખણ જાજો, તમે જાજ્યો દરિયા પાર;

કુંવારાના મેળે જાજ્યો, લાવજો ત્યાંથી જેર ઝીણા મારુજી હો રાજ!

મુખડાંને દલ સાયબા, નથી રીઝ્યા માણા રાજ!

ફોરીશી હાંહડી પેર્યે શું ખાય? વાલમિયા, હાંહડી પેર્યે શું થાય?

ભારે વહાવો તો કોટ ઝોલાં ખાય, ઝીણા મારુજી હો રાજ!

મૂખડાં ને દલ સાયળા, નથી રીઝયાં માણા રાજ!

ફોરું એવું મુઠિયું પે’ર્યે શું થાય? નણંદીના વીરા, ફોરું પેર્યે શું થાય?

ભારે વહાવો તો કાડું ઝોલાં ખાય; ઝીણા મારુજી હો રાજ!

મૂખડાં ને દલ સાયબા, નથી રીઝયાં માણા રાજ!

ભૂરીશી ભગરડી કેરાં સાકરિયાં દૂધ, હાથણીશી ભેંહુ કેરાં સેઢકડાં દૂધ;

પીશે મારી નણદીનો વીર, ઝીણા મારુજી હો રાજ!

મુખડાં ને દલ સાયબા; નથી રીઝયાં માણા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 272)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966