na’tun jawun, mare na’tun jawun - Lokgeeto | RekhtaGujarati

ન’તું જવું, મારે ન’તું જવું

na’tun jawun, mare na’tun jawun

ન’તું જવું, મારે ન’તું જવું

ન’તું જવું, મારે ન’તું જવું;

કુયલડી, હીમજા માને મેળે રે લોલ;

ન’તું જવું મારે મેળે રે લાલ,

બાર બાર વરહે સૂતારી ઘરે આયા;

લાયા માંડવડીની જોડ્યું કુયલડી;

ન’તું જવું મારે મેળે રે લોલ.

બાર બાર વરહે લવારી ઘરે આયા;

જડે માંડવડીની જોડ્યો કુયલડી,

ન’તું જવું મારે મેળે રે લોલ.

બાર બાર વરહે કુંભારી ઘરે આયા;

લાયા પૈણાયાંની જોડ્યો કુયેલડી,

નતું જવું મારે મેળે રે લોલ.

રસપ્રદ તથ્યો

અને આ રીતે ગીત બધા કારીગરના નામ લઈ લંબાવીને ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966