ma kunwarkano melo - Lokgeeto | RekhtaGujarati

મા કુંવારકાનો મેળો

ma kunwarkano melo

મા કુંવારકાનો મેળો

મા કુંવારકાનો મેળો, પામરિએ રઢ લાજી,

મારો પૈણોજી મેળે જ્યા’તા, પામરિએ રઢ લાજી;

લાયા લાયા પામરિયુંની જોડ્યું, પામરિએ રઢ લાજી,

લીલી પીળી પામરિયુંની જોડ્યું, પામરિએ રઢ લાજી.

તમે માઢમાં તે દરજીડા બેહાડો, પામરિએ રઢ લાજી,

મારો લીલુડો કમખો સીવાડો, પામરિએ રઢ લાજી;

સમી શે’રના તે સોનીડા તેડાવો, પામરિએ રઢ લાજી

સાચા સોનાની ઘૂઘરી ઘડાવો, પામરિએ રઢ લાજી

વે’લી વણઝારણ બોલાવો, પામરિએ રઢ લાજી;

ઝેણી ખાપુને હીરથી ગોંથાવો, પામરિએ રઢ લાજી

ઉપર મોરલની ભાત્યું મઢાવો, પામરિએ રઢ લાજી

એને ફરતાં તે ફોમતાં મેલાવો, પામરિએ રઢ લાજી

મારા કમખાની કોંહમાં બાંધો, પામરિએ રઢ લાજી;

હું તો પેરીને પાણીડાં જઈ’તી, પામરિએ રઢ લાજી

મારો પૈણોજી થઈ ગયા રાજી, પામરિએ રઢ લાજી

રસપ્રદ તથ્યો

વીસનગર તરફની આંજણાબહેનો પાસેથી સાંભળેલું આ ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 278)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966