તેજમલ વરણાગિયો
tejmal warnagiyo
ઊગમણી દેશોના કાગળ આયા રે!
ચોરે બેસીને દાદે કાગળ વાંચ્યા.
કાગળ વાંચીને દાદો ઢસ ઢસ રોયા;
ઉપરવાડે રહીને તેજુડીએ જોયું.
કો’ મારા દાદા! ચ્યમ તમે રોયા?
સાત સાત દીચરીએ દાદો વાંઝિયા કે’વાણા.
આવતાં લશ્કર દીચરી ઝૂઝવા કોણ જાશે?
આવતાં લશ્કર દાદા, અમે ઝૂઝવા જઈશું રે!
પગનાં કડલાં દીચરી ઢાંચ્યાં ચ્યમ રે’શે?
પગનાં કડલાં દાદા! સૂંથણામાં રે’શે.
હૈયાનું હુર દીચરી! ઢાંચ્યું ચ્યમ રે’શે?
હૈયાનું હુર દાદા! ડગલામાં રે’શે.
હાથના ચૂડીલા દીચરી! ઢાંચ્યા ચ્યમ રે’શે?
હાથના ચૂડીલા દાદા! સોડિયામાં રે’શે.
માંથાની મોળ દીચરી! ઢાંચી ચ્યમ રેશે.?
માંથાની મોળ દાદા! ફેંટામાં રે’શે.
નાક વેંધાયાં દીચરી! ઢાંચ્યાં ચ્યમ રે’શે?
અમારા દાદાજીને છોરુ ન જીવતાં,
નાક વેંધાયી નામ નાથુજી પાડ્યાં.
દાંત રંગાયા દીચરી! ઢાંચ્યા ચ્યમ રે’શે?
નાનાં હતાં ત્યારે મોસાળે રે’તાં,
ખાંતીલી મામીએ દાંત રંગાયા.
તેજુ—તેજમલ બની યુદ્ધમાં લડવા જશે એ છાનું કેમ રહેશે, એની ચિંતા દાદાજીને થાય છે. તેથી દાદાજી તેજુને પુછે છે કે, દીકરી કડલાં, હૈયાનું હુર-રૂપ, ચૂડીલો, માથાનો અંબોડો, વીંધેલું નાક અને રંગેલ દાંત-છાના કેમ રહેશે? તેજુ, એ બધાને કેવી રીતે સંતાડી રાખીશ એ સમજાવે છે. તેજુ-તેજમલ વરણાગિયો બનીને દુશ્મન સામે લડવા ગઈ. દુશ્મનને હરાવી આવી, પણ તેના સાથીઓને—સાથે લડનારાઓને કંઈક શંકા પડે છે. તેમને લાગે છે કે સાથે લડનાર તેજમલ પુરુષ નથી, પણ સ્ત્રી છે. સાથીઓ સ્ત્રીપુરુષનાં પારખાં લે છે પણ એ પારખાંમાં તેજમલ સ્ત્રી પુરવાર થતી નથી. છેવટે સાથીઓને જ્યારે પાકી ખાતરી થાય છે કે તેજમલ પુરુષ નહિ, પણ તેજુ—સ્ત્રી હતી, ત્યારે ‘નાર કહી બોલાવી નહીં’—પરખી નહીં તેનો અફસોસ થાય છે.
ચાલો એના સાથીડો, સોનીડાં હાટે જઈએ,
સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;
સ્ત્રી હશે તો કડલાં મુલવાવશે.
સર્વ સાથીડે કડલાં મુલવાયાં;
તેજમલ વરણાગિયે કંદોરા મુલવાયા.
ચાલો એના સાથીડો, દોશીડાં હાટે જઈએ,
સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;
સ્ત્રી હશે તો ચૂંદડી મુલવાવશે.
સર્વ સાથીડે ચૂંદડી મુલવાયી;
તેજમલ વરણાગિયે ફેંટા મુલવાયા.
ચાલો એના સાથીડો, માળીડાં હાટે જઈએ,
સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;
સ્ત્રી હશે તો મોળિયાં મુલવાવશે,
સર્વ સાથીડે મોળિયાં મુલવાયાં;
તેજમલ વરણાગિયે સોગઠાં મુલવાયાં.
ચાલો એના સાથીડો, મોચીડાં હાટે જઈએ,
સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;
સ્ત્રી હશે તો મોજડી મુલવાવશે.
સર્વ સાથીડે મોજડી મુલવાયી;
તેજમલ વરણાગિયે બૂટ-જોડા હોર્યા.
ચાલો એના સાથીડો સરોવર ઝીલવા જઈએ,
સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;
સ્ત્રી હશે તો આરે બેસી નાશે,
સર્વ સાથીડા આરે બેસી નાયા.
તેજમલ વરણાગિયો ચારે કાંઠે ઝીલ્યા.
ફટ રે! ભૂંડી તેજુડી, તું છેતરી શું ગઈ?
આવી જાણી હોત તો નાર કહી બોલાવત.
ugamni deshona kagal aaya re!
chore besine dade kagal wanchya
kagal wanchine dado Dhas Dhas roya;
uparwaDe rahine tejuDiye joyun
ko’ mara dada! chyam tame roya?
sat sat dichriye dado wanjhiya ke’wana
awtan lashkar dichri jhujhwa kon jashe?
awtan lashkar dada, ame jhujhwa jaishun re!
pagnan kaDlan dichri Dhanchyan chyam re’she?
pagnan kaDlan dada! sunthnaman re’she
haiyanun hur dichri! Dhanchyun chyam re’she?
haiyanun hur dada! Daglaman re’she
hathna chuDila dichri! Dhanchya chyam re’she?
hathna chuDila dada! soDiyaman re’she
manthani mol dichri! Dhanchi chyam reshe ?
manthani mol dada! phentaman re’she
nak wendhayan dichri! Dhanchyan chyam re’she?
amara dadajine chhoru na jiwtan,
nak wendhayi nam nathuji paDyan
dant rangaya dichri! Dhanchya chyam re’she?
nanan hatan tyare mosale re’tan,
khantili mamiye dant rangaya
teju—tejmal bani yuddhman laDwa jashe e chhanun kem raheshe, eni chinta dadajine thay chhe tethi dadaji tejune puchhe chhe ke, dikri kaDlan, haiyanun hur roop, chuDilo, mathano amboDo, windhelun nak ane rangel dant chhana kem raheshe? teju, e badhane kewi rite santaDi rakhish e samjawe chhe teju tejmal warnagiyo banine dushman same laDwa gai dushmanne harawi aawi, pan tena sathione—sathe laDnaraone kanik shanka paDe chhe temne lage chhe ke sathe laDnar tejmal purush nathi, pan stri chhe sathio stripurushnan parkhan le chhe pan e parkhanman tejmal stri purwar thati nathi chhewte sathione jyare paki khatri thay chhe ke tejmal purush nahi, pan teju—stri hati, tyare ‘nar kahi bolawi nahin’—parkhi nahin teno aphsos thay chhe
chalo ena sathiDo, soniDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to kaDlan mulwawshe
sarw sathiDe kaDlan mulwayan;
tejmal warnagiye kandora mulwaya
chalo ena sathiDo, doshiDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to chundDi mulwawshe
sarw sathiDe chundDi mulwayi;
tejmal warnagiye phenta mulwaya
chalo ena sathiDo, maliDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to moliyan mulwawshe,
sarw sathiDe moliyan mulwayan;
tejmal warnagiye sogthan mulwayan
chalo ena sathiDo, mochiDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to mojDi mulwawshe
sarw sathiDe mojDi mulwayi;
tejmal warnagiye boot joDa horya
chalo ena sathiDo sarowar jhilwa jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to aare besi nashe,
sarw sathiDa aare besi naya
tejmal warnagiyo chare kanthe jhilya
phat re! bhunDi tejuDi, tun chhetri shun gai?
awi jani hot to nar kahi bolawat
ugamni deshona kagal aaya re!
chore besine dade kagal wanchya
kagal wanchine dado Dhas Dhas roya;
uparwaDe rahine tejuDiye joyun
ko’ mara dada! chyam tame roya?
sat sat dichriye dado wanjhiya ke’wana
awtan lashkar dichri jhujhwa kon jashe?
awtan lashkar dada, ame jhujhwa jaishun re!
pagnan kaDlan dichri Dhanchyan chyam re’she?
pagnan kaDlan dada! sunthnaman re’she
haiyanun hur dichri! Dhanchyun chyam re’she?
haiyanun hur dada! Daglaman re’she
hathna chuDila dichri! Dhanchya chyam re’she?
hathna chuDila dada! soDiyaman re’she
manthani mol dichri! Dhanchi chyam reshe ?
manthani mol dada! phentaman re’she
nak wendhayan dichri! Dhanchyan chyam re’she?
amara dadajine chhoru na jiwtan,
nak wendhayi nam nathuji paDyan
dant rangaya dichri! Dhanchya chyam re’she?
nanan hatan tyare mosale re’tan,
khantili mamiye dant rangaya
teju—tejmal bani yuddhman laDwa jashe e chhanun kem raheshe, eni chinta dadajine thay chhe tethi dadaji tejune puchhe chhe ke, dikri kaDlan, haiyanun hur roop, chuDilo, mathano amboDo, windhelun nak ane rangel dant chhana kem raheshe? teju, e badhane kewi rite santaDi rakhish e samjawe chhe teju tejmal warnagiyo banine dushman same laDwa gai dushmanne harawi aawi, pan tena sathione—sathe laDnaraone kanik shanka paDe chhe temne lage chhe ke sathe laDnar tejmal purush nathi, pan stri chhe sathio stripurushnan parkhan le chhe pan e parkhanman tejmal stri purwar thati nathi chhewte sathione jyare paki khatri thay chhe ke tejmal purush nahi, pan teju—stri hati, tyare ‘nar kahi bolawi nahin’—parkhi nahin teno aphsos thay chhe
chalo ena sathiDo, soniDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to kaDlan mulwawshe
sarw sathiDe kaDlan mulwayan;
tejmal warnagiye kandora mulwaya
chalo ena sathiDo, doshiDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to chundDi mulwawshe
sarw sathiDe chundDi mulwayi;
tejmal warnagiye phenta mulwaya
chalo ena sathiDo, maliDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to moliyan mulwawshe,
sarw sathiDe moliyan mulwayan;
tejmal warnagiye sogthan mulwayan
chalo ena sathiDo, mochiDan hate jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to mojDi mulwawshe
sarw sathiDe mojDi mulwayi;
tejmal warnagiye boot joDa horya
chalo ena sathiDo sarowar jhilwa jaiye,
stri purushnan parkhan re! laiye;
stri hashe to aare besi nashe,
sarw sathiDa aare besi naya
tejmal warnagiyo chare kanthe jhilya
phat re! bhunDi tejuDi, tun chhetri shun gai?
awi jani hot to nar kahi bolawat



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 270)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957