otar jajo, dakhan jajo - Lokgeeto | RekhtaGujarati

ઓતર જજો, દખણ જજો

otar jajo, dakhan jajo

ઓતર જજો, દખણ જજો

ઓતર જજો, દખણ જજો, જજો દરિયાપાર;

મોચીહરના મેળે જજો, ઝીણી લાવજો જાર.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ફોરી શી વાંહળીને પેર્યે શું થાય?

ભારે વસાવો મારી કોટ ઝોલાં ખાય.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ફોરાં શા કડલાંને પેર્યે શું થાય?

ભારે વસાવો મારા પગ ઝોલાં ખાય.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ફોરાં શાં સાંકળાંને પેર્યે શું થાય?

ભારે વસાવો મારા પગ ઝોલાં ખાય.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ફોરી શી કાંબીઓને પેર્યે શું થાય?

ભારે વસાવો મારા પગ ઝોલાં ખાય.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ફોરા શા ચૂડલાને પેર્યે શું થાય?

ભારે વસાવો મારા હાથ ઝોલાં ખાય.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

ભૂરી શી ભેંસોનાં સાકરિયાં દૂધ,

દૂધ પીશે મારો માડીજાયો વીર.

ઝીણા મારુજી હો રાજ!

મુખડાંનાં દલ સાયબા નથી રીઝ્યાં મારા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957