bhare mameran simaDe ayan - Lokgeeto | RekhtaGujarati

ભારે મામેરાં સીમાડે આયાં

bhare mameran simaDe ayan

ભારે મામેરાં સીમાડે આયાં

ભારે મામેરાં સીમાડે આયાં,

સીમાડિયે વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ.

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં ગોંદરે આયાં,

ગોવાળિયે વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોરી રે! મામેરિયા.

ભારે મામેરાં વાડીએ આયાં,

માળીડે વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં સરોવરે આયાં,

પાણિયારીએ વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોરી રે! મામેરિયા.

ભારે મામેરાં શેરીએ આયાં,

શેઠીડે વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં ઉતારે આયાં,

જાનડીએ વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં તોરણે આયાં,

સાસુડીએ વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં માંયરામાં આયાં,

માંડવડીએ વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

ભારે મામેરાં ગોતરોજે આયાં,

દિયોરીએ વખાણ્યાં રે!

મામેરિયા, ઊભા રો’ વડ હેઠ,

વડલો વરસે સાચાં મોતી રે! મામેરિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957