kunwari chaDi re kaman - Lokgeeto | RekhtaGujarati

કુંવારી ચડી રે કમાન

kunwari chaDi re kaman

કુંવારી ચડી રે કમાન

કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.

વીરા મોરા વર પરણાવો, વર છે વેવારીઓ રે.

બેની મોરી કયાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.

ભણતો'તો ભટની નિહાળે, અગશરે મારાં મન મોહ્યાં રે.

કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.

કાકા મોરા વર પરણાવો. વર છે વેવારીઓ રે.

ભતરીજ મોરી ક્યાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.

જમતો તો સોનાને થાળે, કોળીડે મારાં મન મોહ્યા રે.

કુંવારી ચડી રે કમાન, સુંદર વરને નીરખવા રે.

દાદા મોરા વર પરણાવો વર છે વેવારીઓ રે.

ધીડી મેારી ક્યાં તમે દીઠો, ને ક્યાં તમારા મન મોહ્યાં રે.

રમતો'તો બવળી બજારે, દડુલે મારાં મન મોહ્યાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018