anmar gaje - Lokgeeto | RekhtaGujarati

અંમર ગાજે

anmar gaje

અંમર ગાજે

અષાઢી સાંજના અંમર ગાજે,

અંમર ગાજે, મેઘાડંમર ગાજે;

પાદર ગોવારિયાના પાવા વાગે,

ફરતા ગોવારિયાના પાવા વાગે.

પાવા વાગે ને ગોપી સૂતાં જાગે,

વીરાની વાડીમાં અમૃત ઝરે;

અષાઢી સાંજના અંમર ગાજે.

અમૃત ઝરે ને ભાભી ઝરમર ઝીલે,

ભાભીની નવરંગ ચુંદડી ભીંજે;

અષાઢી સાંજના અંમર ગાજે.

ચુંદડી ભીંજે ને ખોળે બેટો રીઝે,

અંમર ગાજે ને મેઘાડંમર આજે.

પાદર ગોવારિયાના પાવા વાગે,

ફરતા ગોવારિયાના પાવા વાગે;

અષાઢી સાંજના અંમર ગાજે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968