waDla re tara khakhariyala pan - Lokgeeto | RekhtaGujarati

વડલા રે તારા ખાખરિયાલા પાન

waDla re tara khakhariyala pan

વડલા રે તારા ખાખરિયાલા પાન

વડલા રે તારા ખાખરિયાલા પાન,

ડારૂલે બાંધ્યો હીંચકડો!

ચાર પાયે ચાર બેડલિયા મુકાવો,

ઠંડા રે આવે નીંદરાણી!...વડલા.

ચારે પાયે ચાર દીવડા મુકાવો.

અજવાળે આવે નીંદરાણી!....વડલા.

ચાર પાયે ચાર ઘૂઘરિયો બંધાવો,-

ઝણકારે આવે નીંદરાણી!....વડલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963