junan naliyan, nawan naliyan - Lokgeeto | RekhtaGujarati

જૂનાં નળિયાં, નવાં નળિયાં

junan naliyan, nawan naliyan

જૂનાં નળિયાં, નવાં નળિયાં

જૂનાં નળિયાં, નવાં નળિયાં, તેનું ઘર બંધાવો રે.

વેવાણ આવે, વેવાય આવે, તેને જોવા સારૂ રે.

પરદેશી નળિયાં, દેશી નળિયાં, તેનું ઘર બંધાવો રે

ભાઈ આવે, ભાભી આવે, તેને જોવા સારૂ રે.

ઈંટો પડાવો, વાંસ મંગાવો, તેનું ઘર બંધાવો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963