utarDi apwan chhe - Laghukavya | RekhtaGujarati

ઉતરડી આપવાં છે

utarDi apwan chhe

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
ઉતરડી આપવાં છે
વજેસિંહ પારગી

ઉતરડી આપવાં છે

અપમાનથી બચાવી ન શકતાં

કવચકુંડળ

રાહ જોઉં છું

કોઈક તો આવે બ્રાહ્મણવેશે

મુક્ત થઈ જવું છે મારે

કોઈકે આપેલી ઓળખથી

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022