રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસૂર્ય
થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાશના બોજાથકી;
જૂઇની કળીને ખભે
ટેકવી માથું શિશુ શો ઢળી પડ્યો !
ચન્દ્ર
અવાવરું વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથે રેશમી ભાત રે કશી!
surya
thaki gayo madhyahnno suraj
tejani Damphashna bojathki;
juini kaline khabhe
tekwi mathun shishusho Dhali paDyo !
chandr
awawaru wawatne unDane
a lilni jhulabhrel shanti;
e oDhi poDhyo shishu sho ahin shashi,
swapno gunthe reshmi bhat re kashi!
surya
thaki gayo madhyahnno suraj
tejani Damphashna bojathki;
juini kaline khabhe
tekwi mathun shishusho Dhali paDyo !
chandr
awawaru wawatne unDane
a lilni jhulabhrel shanti;
e oDhi poDhyo shishu sho ahin shashi,
swapno gunthe reshmi bhat re kashi!
સ્રોત
- પુસ્તક : સુરેશ જોષીનું સાહિત્યવિશ્વઃ 4 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : શિરીષ પંચાલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005