રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
નિદાન
Nidaan
ફિલિપ ક્લાર્ક
Philip Clarke
ગઈ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુ:ખાવો
ઊપડ્યો.
ડૉક્ટરે,
તપાસીને કહ્યું;
પેટમાં
સત્તાની ગાંઠ છે.
સ્રોત
- પુસ્તક : ટહુકી રહ્યું ગગન (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : ફિલિપ ક્લાર્ક
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1982