laghukawyo - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લઘુકાવ્યો

laghukawyo

શ્યામ સાધુ શ્યામ સાધુ
લઘુકાવ્યો
શ્યામ સાધુ

માનો તો માની શકો કવિતા

મેં તો ત્વચા પર થતા ભૂકંપોની

એક યાદી માત્ર મોકલી છે

આપને...

***

યાયાવર પંખીની જેમ

થાકી જઈને

મારાં ચરણ

બની ગયાં છે તમારા શહેરમાં

ગુલમહોર.

***

તમારી સ્મૃતિના દિવસો

પસાર થયા કરે છે

હારબંધ ઘેટાંઓની જેમ

મારા જીવી જવાના પુલ પર.

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2