hath same hati - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાથ સામે હતી

hath same hati

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
હાથ સામે હતી
વજેસિંહ પારગી

હાથ સામે હતી

મશાલ

પણ પેટ લઈ ગયું

રોટલા તરફ

જઠરાગ્નિ ઠારતાંઠારતાં

બાળી બેઠો હું હાથ

ખબર હોત

રોટલા માટેય

બાળવાના છે હાથ

તો પકડી લીધી હોત મેં

મશાલ

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022