besi rahyo ratbhar - Laghukavya | RekhtaGujarati

બેસી રહ્યો રાતભર

besi rahyo ratbhar

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
બેસી રહ્યો રાતભર
વજેસિંહ પારગી

બેસી રહ્યો રાતભર

પકડીને પેન

પણ

ન ચાંદ ઊગ્યો

કે

ન તારા ઊતર્યા

કાગળ પર

જેવું હતું

ચાંદરણું

શબદનું

પણ જોવું પડ્યું

અંધારું

સાહીનું

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022