રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમીઠા દીર્ઘ ધ્વનિ વતી વન બધું હર્ષે ભરે કોકિલા,
ઝીણી વાંસળી શા સ્વરો સુખભર્યા ચંડોળ આલાપતાં,
ખિસ્કોલી તરુના મહાન વિટપે ઝૂકી રહી ત્યાં કૂદે,
ને રંગીન શુકો ઘણા મધુરવા આકાશ ઊડી રહે! ૧
આવી આનંદ-વેળાએ બિચારું કોણ આ દુ:ખી?
હશે એ પ્રેમનું માર્યું હૈયું કોઈ રહ્યું તપી! ર
ગંભીર નાદ કરતી સરિતા વહે છે,
સીંચી જલે પુલિન શીતલ એ કરે છે;
ત્યાં દીન સારસી ઊભી જલપૂર નેત્રે,
સૂની, અરે! શિર નમાવી રહી રડે એ! ૩
આહોહો! પાંખ પ્રીતિની તેની તૂટી ગઈ દિસે,
આવું આ પક્ષી, તેનેયે આવી પીડા ખરી, અરે! ૪
રે રે! તેનો પ્રિયતમ તહીં પાદ પાસે પડ્યો છે,
પ્હોળી પાંખો શિથિલ બની છે મૃત્યુનો હસ્ત લાગ્યે;
પારાધીએ હૃદય પર હા! તીર માર્યું દિસે છે,
ખૂંચ્યું છે ત્યાં, રુધિર વહતું બંધ હાવાં થયું છે. પ
જીવવું જીવ લેઈને, આંહીં એવી દિસે રીતિ!
કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી? ૬
મૂકી ગયો ક્યમ શિકાર હશે શિકારી?
આવી હશે દિલ દયા કંઈ સારસીની?
બચ્ચાં અને પતિ-પ્રિયા તણી એ ઘડીની
નાસ્યો હશે હૃદયચીરતી ચીસ સુણી? ૭
ગાળે છે પ્રેમનાં અશ્રુ વજ્ર જેવાંય દિલને;
કો વેળા પારધીનેયે પ્રેમનો દંશ લાગતો. ૮
આવું આવું નિરખી દિલમાં કાંઈ કેવુંય થાય,
કેવો છે રે રુદનમય આ ક્રૂર દેખાવ, હાય!
નાનાં બચ્ચાં ટળવળી રહી માત સામું જુએ છે,
ને પંપાળે નિજ જનકના કંઠને ચંચુથી એ. ૯
હજુ તો ખેલવા પૂરું શીખ્યાં આ નથી બાલુડાં,
રે! શું મૃત્યુને જાણે બોળાં આ લઘુ પંખીડાં? ૧૦
દુઃખ સહુ ઊડી જાશે કાલ આ બાલકોનાં,
રમતગમત માંહી હર્ષ લેશે ફરી આ;
પણ ઝૂરી મરશે રે સારસી બાપડી તો,
જખમ નહિ રુઝાશે પ્રેમનો કારી લાગ્યો. ૧૧
પ્રેમીએ પ્રેમી જાતાં તો બીજાથી પ્રેમ જોડવો;
આવું કાં ન કરે સૌ, એ પ્રેમી જો કે મળે ખરો? ૧ર
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો;
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો. ૧૩
અઢેલી બાઝીને તરુ સહ રહે ખીલતી લતા,
દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં;
સુખી આવા દહાડા સરકી કંઈ જાતા રમતમાં
અને એ વેલીને મરણપડદામાં લઇ જતા. ૧૪
મરેલી વેલીનું સ્મરણ નવ ભૂલે તરુ કદી,
અને પ્રેમી ગાળે દિવસ દુઃખના કૈં રડી રડી;
પરંતુ ચાંપે છે હૃદય પર બીજી લઈ લતા,
અને પ્રેમે રેડે મધુર રસ તેના હૃદયમાં. ૧પ
ધીમે ધીમે આવું તરુ થઈ જઈ વૃદ્ધ મરતું,
અને વેલી પેલી રુદન કરતી કે દુ:ખભર્યું.
છતાં ટેકો બીજા તરુ પર લઈનેય જીવતી,
અને આપી પુષ્પો જીવિત નિજ તે પૂર્ણ કરતી. ૧૬
ન કિન્તુ સારસી આ તો, આવો માર્ગ કદી ગ્રહે;
એકને દિલ અપ્યું તે, બીજા કોનું નહીં બને. ૧૭
પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી;
કારણ પ્રીતિનું પ્રીતિ: પ્રેમીની લક્ષ્મી તે બધી. ૧૮
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને;
રસ દઈ લઈ લીધો ઈશ્વરે છીનવી તો,
હૃદયહીણ બિચારાં પ્રેમીને મૃત્યુ આપો. ૧૯
પ્રેમીનો હોય બેલી કો, તો આનું કૈં થવું ઘટે;
પામે છે ત્રાસ મારો તો, આત્મા આ દુઃખ જોઈને. ર૦
ત્યાં કાંઈ આ વન મહીં હીલચાલ થાય,
પક્ષી બધાં ઊડી ઊડી અહીં શાં તણાય!
સર્પો, હરિણ, સસલાં, સહુ દોડી આવે,
લાંબો ધ્વનિ ભયભર્યો શ્રવણે પડે છે. ર૧
ઉલ્કાપાત થયો કાંઈ હશે આ વનની મહીં;
પ્રતીતિ થાય છે એવી, જોઈ આ ગતિ સૌ તણી. રર
હા! અગ્નિ ત્યાં સળગી ઘાસ પ્રજાળતો રે,
વૃક્ષો તણાં કુંપળ બાળી ઉડાડતો તે;
ભૂખ્યો ધસી જીવ અનેક ગળી જતો તે,
દિશા બધી ધૂમ વતી છવરાવી દે છે. ર૩
વ્હાલો છે જીવ પોતાનો, વ્હાલાંથીય વધુ અરે!
નાસે છે સિંહ પેલો ત્યાં, સૂતી સિંહણ છોડીને. ર૪
પણ અડગ સમાધિ સારસીની ન છૂટે,
મરણશરણ જાવું હર્ષ તેને દિસે છે;
ભડભડભડ થાતી અગ્નિઝાળ આવી,
બળી મરી પ્રિય સાથે સારસી પ્રેમઘેલી! રપ
દર્દીના દર્દની પીડા વિધિનેય દિસે ખરી;
અરે! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી? ર૬
mitha deergh dhwani wati wan badhun harshe bhare kokila,
jhini wansli sha swro sukhbharya chanDol alaptan,
khiskoli taruna mahan witpe jhuki rahi tyan kude,
ne rangin shuko ghana madhurwa akash uDi rahe! 1
awi anand welaye bicharun kon aa duhkhi?
hashe e premanun maryun haiyun koi rahyun tapi! ra
gambhir nad karti sarita wahe chhe,
sinchi jale pulin shital e kare chhe;
tyan deen sarasi ubhi jalpur netre,
suni, are! shir namawi rahi raDe e! 3
ahoho! pankh pritini teni tuti gai dise,
awun aa pakshi, teneye aawi piDa khari, are! 4
re re! teno priytam tahin pad pase paDyo chhe,
pholi pankho shithil bani chhe mrityuno hast lagye;
paradhiye hriday par ha! teer maryun dise chhe,
khunchyun chhe tyan, rudhir wahatun bandh hawan thayun chhe pa
jiwawun jeew leine, anhin ewi dise riti!
koine dukha dewathi tripti kem hashe thati? 6
muki gayo kyam shikar hashe shikari?
awi hashe dil daya kani sarsini?
bachchan ane pati priya tani e ghaDini
nasyo hashe hridaychirti chees suni? 7
gale chhe premnan ashru wajr jewanya dilne;
ko wela pardhineye premno dansh lagto 8
awun awun nirkhi dilman kani kewunya thay,
kewo chhe re rudanmay aa kroor dekhaw, hay!
nanan bachchan talawli rahi mat samun jue chhe,
ne pampale nij janakna kanthne chanchuthi e 9
haju to khelwa purun shikhyan aa nathi baluDan,
re! shun mrityune jane bolan aa laghu pankhiDan? 10
dukha sahu uDi jashe kal aa balkonan,
ramatagmat manhi harsh leshe phari aa;
pan jhuri marshe re sarasi bapDi to,
jakham nahi rujhashe premno kari lagyo 11
premiye premi jatan to bijathi prem joDwo;
awun kan na kare sau, e premi jo ke male kharo? 1ra
joDwi ek joDine, be ko khanDit thay to;
bannenan ekbijathi ochhan jethi bane dukho 13
aDheli bajhine taru sah rahe khilti lata,
dai pushpo preme lai ras jiwe chhe pranayman;
sukhi aawa dahaDa sarki kani jata ramatman
ane e weline maranapaDdaman lai jata 14
mareli welinun smran naw bhule taru kadi,
ane premi gale diwas dukhana kain raDi raDi;
parantu champe chhe hriday par biji lai lata,
ane preme reDe madhur ras tena hridayman 1pa
dhime dhime awun taru thai jai wriddh maratun,
ane weli peli rudan karti ke duhakhbharyun
chhatan teko bija taru par lainey jiwti,
ane aapi pushpo jiwit nij te poorn karti 16
na kintu sarasi aa to, aawo marg kadi grhe;
ekne dil apyun te, bija konun nahin bane 17
premne karno sathe sambandh kaniye nathi;
karan pritinun pritih premini lakshmi te badhi 18
jhuri jhuri marwaman sneh santosh mane,
nahi kadi ras shodhe sarasi anya sthane;
ras dai lai lidho ishwre chhinwi to,
hridayhin bicharan premine mrityu aapo 19
premino hoy beli ko, to anun kain thawun ghate;
pame chhe tras maro to, aatma aa dukha joine ra0
tyan kani aa wan mahin hilchal thay,
pakshi badhan uDi uDi ahin shan tanay!
sarpo, harin, saslan, sahu doDi aawe,
lambo dhwani bhaybharyo shrawne paDe chhe ra1
ulkapat thayo kani hashe aa wanni mahin;
pratiti thay chhe ewi, joi aa gati sau tani rar
ha! agni tyan salgi ghas prjalto re,
wriksho tanan kumpal bali uDaDto te;
bhukhyo dhasi jeew anek gali jato te,
disha badhi dhoom wati chhawrawi de chhe ra3
whalo chhe jeew potano, whalanthiy wadhu are!
nase chhe sinh pelo tyan, suti sinhan chhoDine ra4
pan aDag samadhi sarsini na chhute,
maranashran jawun harsh tene dise chhe;
bhaDabhaDbhaD thati agnijhal aawi,
bali mari priy sathe sarasi premgheli! rap
dardina dardni piDa widhiney dise khari;
are! to dard kan de chhe, ne de aushadh kan pachhi? ra6

સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ