ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દિસે શુક ઊડે ગાતાં મીઠાં ગીતડાં! ૧
મધુર સમય તેવે ખેતરે શેલડીના
રમત કૃષીવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. ર
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી;
અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે! ૩
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં. ૪
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. પ
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઊઠી ત્યારે “આવો બાપુ” કહી ઊભો. ૬
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને' બોલીને
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાઈ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ૭
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી. ૮
‘બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ૯
કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,
એકે બિન્દુ પણ રસ તણું કેમ હાંવાં પડે ના?
‘શું કોપ્યો કે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં. ૧૦
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી. ૧૧
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતા તણે પગ પડી ઊઠીને કહે છે:
‘એ હું જ છું નૃપ, મને કર માફ, બાઈ,
એ હું જ છું નૃપ, મને કર માફ, ઈશ! ૧ર
પીતો’ તો રસ મિષ્ટ હું પ્રભુ અરે! ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં :
છે તોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું ન ધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? ૧૩
રસે હવે દે ભરી પાત્ર, બાઈ !
પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું.’ ૧૪
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી સરની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે સર, અહો! છલકાવી પ્યાલું! ૧પ
uge chhe surkhi bhari rawi mridu hemantno purwman,
bhurun chhe nabh swachchh swachchh, disti eke nathi wadli;
thanDo himbharyo wahe anil sho utsahne prerto,
je utsah bhari dise shuk uDe gatan mithan gitDan! 1
madhur samay tewe khetre shelDina
ramat krishiwlonan baal nanan kare chhe;
kamalwat ganine balna gal rata,
rawi nij kar teni upre pherwe chhe ra
wriddh mata ane tat tape chhe sagDi kari;
aho kewun sukhi joDun kartaye niramyun dise! 3
tyan dhool door najre uDti paDe chhe,
ne ashw upar chaDi nar koi aawe;
tole wali mukh wikasi ubhan rahine,
te ashwne kutuhle sahu baal jotan 4
dhime uthi shithil karne netrni pas rakhi,
wriddha mata nayan nablan pherwine jue chhe;
ne teno e priy pati haju shant besi rahine
jotan gato sagDi parno dewta pherwe chhe pa
tyan to aawi pahonchyo e ashw sathe yuwan tyan;
krishik e uthi tyare “awo bapu” kahi ubho 6
‘lagi chhe mujne trisha, jal jari de tun mane boline
ashwethi utri yuwan ubhine chare dishaye jue;
‘mitho chhe ras bhai! shelDi tano’ ewun dayathi kahi,
mata chali yuwanne lai gai jyan chhe ubhi shelDi 7
pyalun upaDi ubhi shelDi pas mata,
chhuri wati jarik katli ek kapi;
tyan ser chhuti rasni bhari patr dewa
ne kain wichar karto nar te gayo pi 8
‘bijun pyalun bhari de ne, haju chhe mujne trisha,’
kahine patr yuwane matana karman dharyun 9
kapi kapi phari phari are katli shelDini,
eke bindu pan ras tanun kem hanwan paDe na?
‘shun kopyo ke prabhu muj pare?’ ankhman aansu lawi,
boli mata wali phari chhuri bhonkti shelDiman 10
‘rashin dhara thai chhe, dayahin thayo nrip;
nahin to na bane awun,’ boli mata phari raDi 11
ewun yuwan suntan chamki gayo ne
mata tane pag paDi uthine kahe chheh
‘e hun ja chhun nrip, mane kar maph, bai,
e hun ja chhun nrip, mane kar maph, ish! 1ra
pito’ to ras misht hun prabhu are! tyare ja dharyun hatun,
a loko sahu drawyawan nki chhe ewi dhara chhe ahin ha
chhe toye muj bhag kain nahi samo te hun na dharun hwe,
sha mate bahu drawya aa dhanikni pasethi lewun nahin? 13
rase hwe de bhari patr, bai !
prabhukripaye nki e bharashe;
sukhi rahe bai! sukhi raho sau,
tamari to ashish matr magun ’ 14
pyalun upaDi ubhi shelDi pas mata,
chhuri wati jari ja katli ek kapi;
tyan ser chhuti sarni bhari patr dewa,
bholo wahe sar, aho! chhalkawi pyalun! 1pa

સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ