Explore Gujarati Khandkavya collection | RekhtaGujarati

ખંડકાવ્ય

ખંડકાવ્ય એ સંસ્કૃત કાવ્યપરંપરામાંથી ઊતરી આવેલું સ્વરુપ છે. ગુજરાતીમાં આ સ્વરુપ કવિ કાન્ત દ્વારા પ્રતિષ્ઠા પામ્યું છે. ખંડકાવ્યમાં કોઈ વાસ્તવિક કે કાલ્પનિક કથાવસ્તુ, પ્રસંગ કેન્દ્રમાં હોય છે. નાટ્યાત્મકતા, ભાવાનુસારી છંદપ્રયોગ અને પરિવર્તન, પરલક્ષિતા અને આત્મલક્ષિતાની સપ્રમાણતા અને લાઘવપૂર્ણ અભિવ્યક્તિ આ સ્વરુપના મુખ્ય લક્ષણો છે. કોઈ એકાદ વૃત્તાંતનો ટેકો લઈને માનવસંવેદનને ઉત્કટતાથી આલેખીને જીવનદર્શન કરાવવાનો અહીં કવિનો આશય હોય છે. ગુજરાતી સાહિત્યમાં કાન્ત, નરસિંહરાવ, કલાપી, બોટાદકર, ખબરદાર, શ્રીધરાણી, ઉમાશંકર જોષી, સુન્દરમ્, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, ઝવેરચંદ મેઘાણી, પૂજાલાલ, પ્રજારામ રાવળ, નંદકુમાર પાઠક, રામનારાયણ પાઠક વગેરે કવિઓએ આ સ્વરૂપ ખેડ્યું છે. આધુનિક સમયગાળામાં આ સ્વરૂપ નલિન રાવળ, હસમુખ પાઠક, સિતાંશુ યશશ્ચંદ્ર, ચિનુ મોદી, વિનોદ જોશી વગેરે કવિઓ દ્વારા નવનિર્માણ પામ્યું છે.

.....વધુ વાંચો

અરદેશર ખબરદાર

સદાકાળ ગુજરાતી કવિ

ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા

કલાપી

લોકપ્રિય કવિ અને ગઝલકાર

કાન્ત

ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક

કાશ્મલન

સાક્ષરયુગના કવિ

ચંપકલાલ વ્યાસ

ગાંધીયુગીન કવિ અને વિવેચક

ચિનુ મોદી

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક

નરસિંહરાવ દિવેટિયા

પંડિતયુગીન કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી

પ્રેમશંકર હ. ભટ્ટ

ગાંધીયુગીન કવિ અને વિવેચક

મનસુખલાલ ઝવેરી

ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક

સુંદરજી બેટાઈ

ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક