રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનર્મદ આખરે જુદાઈ જ, કહાં તે અને તૂં અરે;
હાય કેમ કરી રહેવાય, દહાડા કેમ જાય રે. ૧
માંદાંગોડે પડી રહેવૂ રોજ, લવી સનેપાતમાં;
એવા હાલ જૂદાઈમાંહ્ય, નહીં જોર તંનમાં. ર
એમ કરતાં દેખાય જો દીપ, ઉઠે પાછો જોમમાં;
મથે કરવાને ઝંપાપાત, પતંગ તે જોશમાં. 3
દુખથી છુટવા ભમે ચોપાસ, સુવા તેની સ્હોડમાં;
ધન ભાએગ ત્હેની જાત, મરે પ્યારી ગોદમાં. ૪
ખરો આશક અહિંયાં પતંગ, દેવા ભોગ ધારતો;
(પણ) જીવ અવધ વના નવ જાય, ફાંફાં બહૂ મારતો. પ
કોના કુદકા થાયે વળી ત્રંણ, કોના વળી સાત રે;
કો તો એક થતાંની માંહ્ય, ખાલી કરે જાત રે. ૬
કો તો ઝાઝા મારે વળી તોય, ધરે નહીં આંચને;
થાકી પાછા પડી રીબાય, શું શું દુઃખ સાચને. ૭
narmad akhre judai ja, kahan te ane toon are;
hay kem kari raheway, dahaDa kem jay re 1
mandangoDe paDi rahewu roj, lawi sanepatman;
ewa haal judaimanhya, nahin jor tannman ra
em kartan dekhay jo deep, uthe pachho jomman;
mathe karwane jhampapat, patang te joshman 3
dukhthi chhutwa bhame chopas, suwa teni shoDman;
dhan bhayeg theni jat, mare pyari godman 4
kharo ashak ahinyan patang, dewa bhog dharto;
(pan) jeew awadh wana naw jay, phamphan bahu marto pa
kona kudka thaye wali trann, kona wali sat re;
ko to ek thatanni manhya, khali kare jat re 6
ko to jhajha mare wali toy, dhare nahin anchne;
thaki pachha paDi ribay, shun shun dukha sachne 7

સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 175)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2004