
(મનહર છંદ)
ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,
દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;
સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,
એ તો થયો નવો નવી રીત નહિ પાડવી;
હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,
ઉત્તમ જાતિ એ નવી રીતને નસાડવી;
જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.
(manhar chhand)
ghooD kahe ghano juno chokho chhe amaro chaal,
duniyanne juni reet amare dekhaDwi;
srishti sarajya pahele tame kyan suraj hato,
e to thayo nawo nawi reet nahi paDwi;
hoy jate halka te adhunik rite rakhe,
uttam jati e nawi ritne nasaDwi;
juwo kewi jagatman uttam amari jat,
diwakar dekhi nahi aankh ja ughaDwi
(manhar chhand)
ghooD kahe ghano juno chokho chhe amaro chaal,
duniyanne juni reet amare dekhaDwi;
srishti sarajya pahele tame kyan suraj hato,
e to thayo nawo nawi reet nahi paDwi;
hoy jate halka te adhunik rite rakhe,
uttam jati e nawi ritne nasaDwi;
juwo kewi jagatman uttam amari jat,
diwakar dekhi nahi aankh ja ughaDwi



સ્રોત
- પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2008