Sopari Na Zad Prati - Anyokti - Kavit | RekhtaGujarati

સોપારીના ઝાડ પ્રતિ – અન્યોક્તિ

Sopari Na Zad Prati - Anyokti

દલપતરામ દલપતરામ
સોપારીના ઝાડ પ્રતિ – અન્યોક્તિ
દલપતરામ

ઊંચું ઊંચું વધી શોભે થકી છે નીચાં સારાં,

જે થકી પોષણ સદા થાય છે સંસારીનું;

આપે બખશીશ બની રંજનને રાજી કરે,

વણિકનું દાન જેવું તાળીની તૈયારીનું;

આશ્રય કરીને કોઈ પ્રાણી આરામ પામે,

દાખે દલપત્ત પેખો ઝાડ સોપારીનું;

સ્રજ્યું તોય ઠીક છે સ્રજ્યું હોત તોય ઠીક,

જેને ફળે પેટ ભરાય નર નારીનું.

*

સોપારી કહે છે કવિ કાં મને ધિક્કાર કરે,

મને તો સ્રજી છે મીજલસને શોભાવવા;

મારા વિના વરઘોડા સારા કેમ શોભત ને,

કેને તમે કહેત સાજનમાં સિધાવવા;

મોટાં મોટાં સુંદર છે મંદિર અમારાં એથી,

શહેર શોભે છે સારાં પ્રેમ ઉપજાવવા;

તાડ ઝાડતણી તુલ્ય નથી દલપતરામ,

સારે સમે છીએ ઉપયોગ યોગ્ય આવવા.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002