manruupii ghodo - Kavit | RekhtaGujarati

મનરૂપી ઘોડો

manruupii ghodo

દલપતરામ દલપતરામ
મનરૂપી ઘોડો
દલપતરામ

(કવિત)

મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો–

જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે;

ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ,

ગણે અમાપ પ્રૌઢ, પાણીતણું પૂર તે;

ઉડીને આકાશ જાય, કુદીને કૈલાશ જાય,

પાતાળની પાસ જાય, જલદી જરૂર તે;

કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ,

જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008