લાંચીયાનું ગયું રાજ્ય
Lanchiyanu Gayu Rajya
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
લાંચીયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ,
જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે;
લાકડાનાં ગાડાં મૂલ થોડું આપી લૂટી લે છે,
કેર કરનારૂં રાજ્ય જતાં કાળો કેર છે;
નિરખનું નામ લઈ દામ નથી દેતા પૂરા,
લૂટારા પીંઢારા જતાં લૂટ ઠેર ઠેર છે;
કહે દલપત દીનનાથ તેં આ દેશમાંથી,
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
