kshatriy ane brahman - Kavit | RekhtaGujarati

ક્ષત્રિય અને બ્રાહ્મણ

kshatriy ane brahman

દલપતરામ દલપતરામ
ક્ષત્રિય અને બ્રાહ્મણ
દલપતરામ

(મનહર)

એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,

અરે આજ અસલના ક્ષત્રિ યાદ આવિયા;

દેશમાં થવા દેતા પરદેશીનો પ્રવેશ,

જેઓએ સંગ્રામ સજી જશ સંપડાવિયા;

અરે ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ,

શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા;

કહે દલપતરામ સુણીને ક્ષત્રિયે કહ્યું;

અસલના ઋષિઓના રક્ષણે સિધાવિયા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ