keDethi nameli Doshi - Kavit | RekhtaGujarati

કેડેથી નમેલી ડોશી

keDethi nameli Doshi

દલપતરામ દલપતરામ
કેડેથી નમેલી ડોશી
દલપતરામ

(મનહર છંદ)

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,

કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,

જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,

ગાયા ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝુકી ઝુકી ડોકી વાંકી રાખી દલપતરામ,

જોતી હું ફરૂં છું જે જુવાની ક્યાં જતી રહી.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008