haathne hun hukam karun - Kavit | RekhtaGujarati

હાથને હું હુકમ કરું

haathne hun hukam karun

દલપતરામ દલપતરામ
હાથને હું હુકમ કરું
દલપતરામ

(મનહર છંદ)

હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ,

પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે;

આંખને હું આગના કરું તે અવલોકે આંખ

કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે;

જીભને બોલાવું તેમ તે તો બોલે છે બિચારી,

ડોકાને હલાવા ચાહું તેમ ડોકું હાલે છે;

મન મારા હુકમ માને દલપત કહે,

ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008